વારાણસી: પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન વચ્ચે આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના સંબોધનમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા અને નમસ્કાર કર્યા. પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉક્સાવવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે MSP પર આપ્યું મોટું નિવેદન


ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છળ કર્યું છે તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે. 


મંડીઓ અને MSP હટશે નહી-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર તો મંડીઓને વધુ આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. MSP પર ખેડૂતોનો પાક વેચવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તમારે યાદ રાખવું જરૂરી છે કે આ એ જ લોકો છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિને લઈને સવાલ ઉઠાવતા હતા. આ લોકો અફવાઓ ફેલાવતા હતા. એક રાજ્યે કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ જ ન થવા દીધી. કેટલાક લોકોએ તો પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કર્યું. 


Farmers Protest: સિંઘુ અને ટિકરી બોર્ડર પર જામ, ખેડૂતોએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ


કરજમાફીના નામે છળ કરાયું
ખેડૂતોને નામે પહેલાની સરકારોએ છળ કર્યું. યોજનાઓના નામ પર છળ, ખેડૂતોના નામ પર છળ, ખાતરના નામ પર છળ. ખાતર ખેતર કરતા વધુ કાળાબજારીઓ પાસે પહોંચી જતું હતું. પહેલા મત માટે વચન અને પછી છળ. લાંબા સમય સુધી આ જ ચાલતું રહ્યું છે. જ્યારે ઈતિહાસ છળનો રહ્યો હોય તો ત્યારે બે વાતો ખુબ સ્વાભાવિક છે, પહેલી એ કે ખેડૂતો જો સરકારની વાતોથી આશંકિત રહે તો તેની પાછલ દાયકાઓ સુધીનો લાંબો છળનો ઈતિહાસ છે. જેમણે વચનો તોડ્યા, છળ કર્યું તેમના માટે આ જૂઠ ફેલાવવું એક પ્રકારની આદત અને મજબૂરી બની ગયા છે. કારણ કે તેમણે આવું જ કર્યું હતું. આથી એ જ  ફોર્મ્યુલા લગાવીને આ જ જુએ છે. 


Farmer Protest LIVE: ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા કૃષિમંત્રી નરેન્દ્ર તોમર


અન્નદાતાઓને પ્રણામ કરી આપ્યો સંદેશ
અત્રે જણાવવાનું કે દેવ દિવાળીના અવસરે પીએમ મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તારમાં છે. પીએમ મોદીએ કાશીની જનતાને પ્રણામ કરતા કહ્યું કે રાજા તાલાબ, મિર્ઝામુરાબ, કચ્છવા, કપસેઠી, રોહનિયા અને સેવાપુરી વિસ્તારના અન્નદાતાઓને મારા પ્રણામ છે. તમને બધાને દેવ દિવાળી અને ગુરુ પર્વની ખુબ શુભકામનાઓ. અત્રે જણાવવાનું કે સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીના હુક્કા પાણી બંધ  કરી દેવાની ચેતવણી આપી છે. આ બધા વચ્ચે સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે  અને ખેડૂતો સાથે વાતચીત કરવાની તૈયારીમાં છે. 


પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને આધુનિક સુવિધાઓ આપવી, નાના ખેડૂતોને સંગઠિત કરીને તેમને શક્તિશાળી બનાવવા અને ખેડૂતોને મજબૂતત કરવાનો પ્રયત્ન ચાલુ છે. પાક વીમો હોય કે સિંચાઈ, બીજ હોય કે બજાર દરેક સ્તરે કામ થયું છે. ખેડૂતોના હિતમાં કરાયેલા કૃષિ સુધારા આવા જ વિકલ્પ ખેડૂતોને આપે છે. જો ખેડૂતોને કોઈ એવો ખરીદાર મળી જાય જે સીધા ખેતરમાંથી પાકને ઉઠાવે તો શું ખેડૂતોને પોતાનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube